Tuesday 11 April 2017

અંગ્રેજી માધ્યમ કે ગુજરાતી માધ્યમ


        બાળકને ગુજરાતી માધ્યમમાં ભણાવવુ કે અંગ્રેજી માધ્યમમાં પ્રશ્ર્ન આજકાલ દરેક ઘરનો મહત્વનો પ્રશ્ન બની ગયો છેઆજકાલ દરેક માતાપિતાને એમ હોય છે કે મારું બાળક અંગ્રેજી માધ્યમમાં ભણવું જોઈએ. લોકો એવું માને છે કે આમ કરવાથી તેમનું બાળક આજના જમાનાની સાથે કદમ મિલાવીને ચાલી શકશેતેઓ સમજે છે કે આજના જમાનાની જરૂરિયાત છેચાલો હું તમને એક એવો કિસ્સો કહું કે જે કદાચ પ્રશ્નનો જવાબ હશે




        મારા ઘરની પાસે એક 6-7 વર્ષની બાળકી રહે છેએનું નામ બહુ સુંદર છે "ધ્યાના".  જેવું નામ તેવા ગુણ, સ્વભાવે એકદમ સરળ અને શાંત. એક વખત બન્યું એવું કે એના ટ્યૂશન ટીચરને પૂછવા લાગી કે, "સર honest શબ્દનો મતલબ શું થાય?".  હું સાંભળી ગઇ મને થયું લાવ એને સમજવામાં મદદ કરુંમેં એને કહ્યું કે 'Honesty' એટલે 'પ્રમાણિકતા'. સાંભળીને તરત બોલી હા તો મેં સાંભળ્યું છે, એણે કહ્યું હમણાં થોડા સમય પહેલાં સોસાયટીમાં રમતા રમતા બે છોકરાંઓ નો ઝઘડો થયો હતો અને વત્સલ કેવલને કહી રહ્યો હતો કે તું પ્રમાણિકતાથી વાત કરમેં હકારમાં માથું હલાવ્યુંપણ મારા આશ્ચર્ય સાથે એને જે બીજો પ્રશ્ન પૂછ્યો ને  જાણે હું વિચારતી હતી કે સમજી ગયી હશે ધારણાને ખોટી પાડી દીધી. એણે પૂછ્યું કે પ્રમાણિકતા એટલે શું?!! ત્યાં એની બાજુમાં બેઠેલા જૈનમએ તરત વાબઆપ્યો કે તને યાદ છે પેલો વત્સલ જેનો હમણાં થોડા સમય પહેલાં મારી સાથે ઝગડો થયો હતો  ત્યારે કહેતો હતો કે જૈનમ તું પ્રમાણિકતાથી વાત કર. મને બે મિનિટ માટે તો ના સમજાયું કે હું શું કહું બાળકોને.  
      હું જૈનમ અને ધ્યાનાને લગભગ અઠવાડિયામાં એક વખત તો પાઠશાળા જતાં જોવું છું.  અને નાનકડી ધ્યાનાએ તો હમણાં ​ 99 દિવસના ઉપવાસ પણ કર્યા હતાં.  જ્યારે  બાળકો પાઠશાળાએ જતા હશે તો એમને બધી ધર્મની વાતો ગુજરાતીમાં જે કહેવામાં આવતી હશે પણ જો  બાળકો પ્રમાણિકતા જેવા સરળ શબ્દો પણ સમજી  ના શકાતાં હોય  તો એમને ખરેખર પાઠશાળામાં શીખવવામાં આવતા જીવનનાં મૂલ્યોને સમજયા ​ નહી હોય.  

       દરેક ધર્મ, સત્ય​, અહિંસા અને પ્રામાણિકતા જેવા જ જીવનના મુલ્યો સમજાવે છે.  પણ જો બાળક એ શબ્દોનો જ અર્થ ના સમજી શકે તો  કોઇ મહત્વ​ નથી રહેતું એનુ.બાળક અંગ્રેજી માધ્યમમાં ભણાવ​વાથી હોશીયાર થઇ જશે એમ  લાગતું હોય તો જીવનના આ અતિ મહત્વના મૂલ્યોનું શું?  ફેશન કે દેખાદેખીમાં એ ન ભૂલો કે માણસ અંતે સપના તો પોતાની માતૃભાષામાં જ જોવે છે અને જ્યારે પીડામાં પણ શબ્દો તો માતૃભાષામાં જ બોલે છે. 

Oh yes, I have a choice!!

The day started already?? yes, my dear - your beloved kitchen!!  Let me complete my exercise!! yes, my dear - your breakfast serving time!! ...