Sunday 9 July 2017

મોટાને માન





           આપણને નાનપણથી જ શીખવાડવામાં આવે છે કે આપણાંથી મોટા વ્યક્તિઓને માન આપવું જોઇએ. આની શરૂઆત ઘરથી કરે છે બાળક, ઘરનાં દરેક મોટા વ્યક્તિને માનથી બોલ​વે છે અને આદર આપે છે. બાળક જેમ મોટુ થાય અને શાળાએ જતુ જાય એમ એ આ જ વસ્તુ ટીચર પાસેથી પણ શીખે છે અને શરૂઆત ટીચર અને પ્રિન્સીપાલને માન આપવા જ્યારે તેઓ ક્લાસમાં પ્ર​વેશે ત્યારે ઉભા થઇને કરે છે. અને સમય જતાં આ પ્રેકટીસ બની જાય છે જે એ જીવનનાં દરેક તબક્કે ઉપયોગ કરે છે. આ બધું જ આપણી સંસ્કૃતિનો એક ભાગ છે અને આપણા સંસ્કારમાં છે. જો કોઇ કામ કરવાવાળું પણ હોય તો પણ આપણે એને માસી કે કાકા કહીને બોલાવીએ છીએ. હમણાં એક અજીબ અનુભવ થયો અને એણે મને વિચારતી કરી દીધી છે કે આજે આપણે સમાજથી ડરીને કેટલો ખોટો દેખાડો કરીએ છીએ.




                   મારે મારી ઓફિસમાં પેહલે માળથી ચોથા માળ પર જ​વું હતું તો લિફ્ટની પાસે ઉભી રહી લિફ્ટની રાહ જોઇ રહી હતી. લિફ્ટ ખુલી અને એની અંદર એક કાકા હતાં, એ કાકા મને જોઇને સચેત થઇ ગયા. જ્યારે માણસ એકલું હોય અને અરીસાની સામે હોય તો એ સ્વાભાવિક રીતે એ પોતે પોતાની જાતને અરીસામાં જોવે અને એ સમય પર એ આસપાસની દુનિયાને થોડી વાર માટે ભુલી જાય. એટલે જ તો કેહવાય છે કે અરીસો માણસને પોતાની ઓળખ કરાવે છે. માણસ પોતાની જાતને જ્યારે અરીસામાં જોવે ત્યારે એ હકીકતમાં પોતાની જાતને મળે છે ત્યાં એ કોઇ જ વસ્તુ છુપાવી નથી શકતો. તો એ કાકા જ્યારે લિફ્ટ ખુલી ત્યારે અરીસા તરફ મોઢું રાખીને ઉભા હતાં પણ લિફ્ટ ખુલવાનો અવાજ સાંભળી એ સજાગ થઇ ગયા ને સીધા ફરી ગયા. સીધા ફરતાંની સાથે એમની નજર મારા તરફ પડી ત્યારે મારા હાથમાં લેપટોપ હતું અને હું મારી મીટીંગની તૈયારીમાં લાગેલી હતી. આ જોઇ એ વધારે સજાગ બની ગયા અને પોતાનુ માસ્ક પેહરી લીધું હાથમાં રહેલુ ઝાડું વ્ય​વસ્થિત કરી લીધું. મે આ બધું જોઇ લીધુ અને જોયુ કે એમની ઉંમર ૪૦ ની આસપાસ હશે. મને થયું કે એ મારા કરતા એ ઉંમરમાં ઘણાં મોટા છે તો આ કામ આપણે કરવું જોઇએ કે આપણા વર્તનમાં એમના માટે માન હોવું જોઇએએ કામ એ કરી રહ્યા હતાં અને એનું કારણ માત્ર એટલું જ કે ઓફિસનો હોદ્દો.. પણ સમય કેટલો બદલાઇ ગયો છે, ખાલી ઓફિસમાં એમના કરતા મારો હોદ્દો ઉંચો છે એ માટે થઇને એમને આમ કર્યુ. આપણે હંમેશા દરેક જગ્યાએ 'equality' 'સરખા હોવું' ની વાતો કરીએ છીએ તો આ વાતો અહી કેમ નહિ. જે માન પહેલાં ઉંમર અને અનુભ​વ માટે આપવામાં આવતું હતું એ બદલાઇને ઓફિસના દરજ્જા પ્રમાણે થઇ ગયાં છે. 

             હું હંમેશાથી એવું માનુ છુ કે વ્યકતિને બીજા વ્યકતિ પ્રત્યેની માન અને મર્યાદાને એને પેહરેલાં કપડાંથી ના માપવી જોઇએ. પહેલાંનાં જમાનાની સ્ત્રીઓને ઘુંઘટ રાખવાનું કેહવામાં આવતું હતું અને એટલે સુધી કે પોતાની વાત રજુ કરી શકે એટલી પણ સ્વતંત્ર્તા નતી જે બહુ જ ખોટું હતું અને છે. હું હંમેશા કહું છુ કે બીજા માણસ માટે માન એ વર્તનમાં હોય, ના કે કપડાંમાં (ઘુંઘટપ્રથા - મોટાની સામે માથે ઘુંઘટ રાખવો.). પણ હ​વે એમાં એક ન​વું પણ કે માણસ માટે માન એ ઉંમર અને અનુભ​વમાં હોય, ના કે ઓફિસના દરજ્જાથી. 



--

Oh yes, I have a choice!!

The day started already?? yes, my dear - your beloved kitchen!!  Let me complete my exercise!! yes, my dear - your breakfast serving time!! ...