Sunday 8 October 2017

આચાર અને વિચાર


       વષોઁ પેહલાં એક વાર એક કુતરો ફરતાં ફરતાં એક કાચનાં મહેલમાં ઘુસી જાય છે. અંદર જઈને જુવે છે તો એને દરેક જગ્યાએ પોતના જેવું જ એક પ્રતિબિંબ દરેક કાચમાં દેખાય છે. કુતરો સમજી નથી શકતો કે આ એનું પોતાનું પ્રતિબિંબ છે, અને એને એ દરેક પ્રતિબિંબ એક જીવંત કુતરો લાગે છે. એને એ દરેક પ્રતિબિંબ સામે જોઇ જાણે એમ લાગે છે કે એ બધાં જ તેને ઘુરી રહ્યા છે અને મારવા આવી રહ્યા છે, અને હ​વે તેની પર હુમલો કરી દેશે. પછી તો શુ કુતરો ક્યાય સુધી એ બધા કાચ સામે ભસતો રહ્યો ને માથા પછાડતો રહ્યો. પ્રતિબિંબમાં રહેલાં કુતરા પણ ભસવા લાગ્યા. અંતે એ માથા પછાડી પછાડીને ઘાયલ થઇ ગયો અને ચોકીદાર એ આવી એને બહાર હાંકી દીધો. આ ઘટનાના થોડાં સમય પછી ફરી એક બીજો કુતરો આ શીષમહેલમાં ઘુસી ગયો. આ કુતરાએ પણ પોતાના અનેક પ્રતિબિંબ કાચમાં જોયા. પ્રતિબિંબ જોતાની સાથે જ તેને લાગ્યું કે એ બધાં જ જાણે પ્રેમથી એની તરફ જોઇ રહ્યા છે. આ જોઇ તે પણ બીજા કુતરાઓ તરફ પ્રેમથી પુંછડી પટપટાવા લાગ્યો. સામે કાચમાં રહેલા બધા કુતરાઓ પણ પુંછડી પટપટાવા લાગ્યા. કુતરો ખુશ થઇ ગયો અને મહેલની બહાર નીકળી ગયો. 

      પહેલાં કુતરાનાં મનમાં ખરાબ વિચારો હોવાથી એને બધા જ કુતરામા પણ ખરાબ વિચાર દેખાયા અને પરિણામ સ્વરુપે એણે ઘાયલ અવસ્થામાં ત્યાંથી નાસી જવું પડયું. બીજા કુતરાના મનમાં સારા વિચારો હોવાથી એને બીજા કુતરાઓમાં પણ એ સારા વિચારો દેખાયા. અને પરિણામ સ્વરુપે એ ત્યાંથી પ્રેમથી બહાર જઇ શક્યો. આપણને નાનપણથી જ શીખવાડવામાં આવે છે કે જેવી દ્રષ્ટી તેવી સૃષ્ટી અહી પણ કંઈક આવુ જ બન્યું. ચાલો તો આ વાર્તાના બોધપાઠ સ્વરુપે આવી રહેલા તહેવરો ન​વરાત્રિ અને દિવાળીમાં આપણામાં રહેલી એ ખરાબ દ્રષ્ટીનું રાવણની જેમ દહન કરીને મનમાં સારા ન​વા વિચારોનાં દીવા પ્રગટાવીએ.

Oh yes, I have a choice!!

The day started already?? yes, my dear - your beloved kitchen!!  Let me complete my exercise!! yes, my dear - your breakfast serving time!! ...