Monday 10 October 2016

આ લડાઈમાં...



હું એકલી જરૂર છુ પણ અટુલી નથી.

હું ટુટી છું પણ અટકી નથી.

હું જીતી નથી રહી પણ હું હારી પણ નથી.




હાથમાંથી બધું જ જઈ રહ્યુ છે પણ મે એ હાથ છોડ્યો નથી

આજે એ મંજીલ નથી રહી પણ મે રસ્તો બદલ્યો નથી

હવે એ ઉત્સાહ નથી રહ્યો પણ મે હિમ્મત હારી નથી

હાથ કાંપી રહ્યા છે પણ હું હથિયાર નથી છોડી રહી

વંટોળ વધ્યુ છે પણ મે એ દિશા બદલી નથી

રડી ચોક્કસ રહી છું પણ હું લાચાર નથી થઈ

આજે જીંદગી એ ફરી રમત રમી છે પણ મે જીંદગીનો સાથ છોડ્યો નથી

શ્વાસ સાથ છોડી દેશે પણ આ જીભ તારુ નામ નહીં

હું થાકી જરૂર ગયી છુ પણ ભાંગી નથી પડી...

1 comment:

Oh yes, I have a choice!!

The day started already?? yes, my dear - your beloved kitchen!!  Let me complete my exercise!! yes, my dear - your breakfast serving time!! ...