એ શબ્દોને ગીતો સુના થઇ ગયા છે
જે ક્યારેક હોઠ પરથી દૂર નતા થતા
એ બગીચાની બેન્ચ સુની થઇ ગયી છે
જે ક્યારેક આપણી વાતોથી દૂર નતી થતી
એ ગલીઓ પણ હવે તો સુની લાગે છે
જે ક્યારેક આપણાં ઘરથી દુર નતી થતી
એ દિવસો પણ સુના થઇ ગયા છે
જે ક્યારેક આપણાં હસવાનાં અવાજથી દુર નતા થતા
એ તારી અને મારી વાતો પણ સુની થઇ ગયી છે
જે ક્યારેક એકમેકથી દૂર નતી થતી
એ તું અને હું પણ સુના થઇ ગયા છે
જે ક્યારેક એકબીજાથી દૂર નતા થતા
ખોવાઇ ગયું છે બધું જાણે ક્યાક
શોધવાથી પણ નથી મળતી એ સાંજ
પોતાની જ વાતોમાં પોતાને શોધવાનો પ્રયત્ન કરી રહી છું
પણ નથી મળતી હું મને, ક્યાં છું હું? ક્યાં છીએ આપણે?
No comments:
Post a Comment